Saturday, November 17, 2018

20 વર્ષે લગ્ન કરનારી મહિલાએ માતા બનવા 35 વર્ષ પ્રયાસ કર્યા, અંતે 56મા વર્ષે IVF ટેક્નિકથી દીકરાને જન્મ આપ્યો

અમદાવાદ: શહેરની ચિંતન ઓર્થોપેડિક એન્ડ મેટરનિટી હોસ્પિટલમાં 56 વર્ષના મહિલા ગૌરી ઝપાડિયાએ આઈવીએફ ટેક્નિકથી એક દીકરાને જન્મ આપ્યો છે. ખાસ કરીને સ્ત્રીઓમાં મેનોપોઝ બંધ થયા બાદ માતા બનવું શક્ય હોતું નથી. ગૌરીબેન પણ પાંચ વર્ષથી મેનોપોઝમાં આવી ગયા હતા. તેમ છતાં પણ તેમણે આઈવીએફ ટેકનોલોજીથી બાળકને જન્મ 
આપ્યો છે.
માતાને બ્લડપ્રેશરની તકલીફ હોવાનું ધ્યાનમાં રાખી 8મા મહિને પ્રસૂતિ કરાવાઈ, બાળકને ICUમાં રખાયું

આ અંગે ગૌરીબેને કહ્યું કે, 20 વર્ષે લગ્ન થયા હતા. એ પછી છેલ્લા 30થી 35 વર્ષ સુધી અનેક સારવાર કરાવી છતાંય પણ બાળકનો જન્મ ના થયો. જેથી સમાજના લોકો પણ મને અલગ દૃષ્ટિએ જોવા લાગ્યા ક્યારેક મેણા ટોણાનો પણ સામનો કરવો પડ્યો. અમે તો આશા જ છોડી દીધી હતી કે હવે બાળક નહીં થાય પરંતુ અંતે તો અમે એક વારસ હોવાનું ઈચ્છતા હતા. જેથી એકવાર ન્યૂઝ પેપરમાં આઈવીએફની એડ જોઈ. અંતે મેં અને મારા પતિ રતિલાલ ઝાપડીયાએ મારી 55 વર્ષની ઉંમરે આ ટેક્નિકના સહારે બાળકનો જન્મ આપવાનું નક્કી કર્યું. આજે મારી સાથે પરિવાર અને સમાજના દરેક લોકો
આ વાતથી ખુશ છે અને મારું પણ આ ઉંમરે માં બનવાનું સપનું પુરંુ થયું જે મારી લાઈફની નવી ઈનિંગ સમાન છે.
હૉસ્પિટલના એમ.ડી. ગાયનેક ડૉક્ટર હીના મશ્કારીયાએ કહ્યું કે, આઈવીએફ જેવી ટેક્નિકથી મહિલા મેનોપોઝમાં ના હોય તો પણ બાળકનો જન્મ થઈ શકે છે. પરંતુ 50 પછી લગભગ મહિલાઓ બાળક રાખવામાં સંકોચ અનુભવ છે. જેથી આવા કિસ્સાઓ બનતા હોય છે પરંતુ ઓછા કિસ્સાઓ હોય છે. ગૌરીબનને આ ઉંમરે બી.પી.ની તકલીફ હોવાથી તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી 8 મહિને ડિલિવરી કરાવી છે. જેથી માતાને અહીં તેમજ બાળકન અન્ય હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ બન્ને સ્વસ્થ છે. જેમને 10થી 15 દિવસમાં રજા આપી દેવામાં આવશે.

No comments:

Post a Comment