Monday, November 19, 2018

એક તરફી પ્રેમ: યુવકે રેસિડેન્ટ ડોક્ટરને અશ્લીલ ચેનચાળા કર્યા, મંગેતરને ઘટના જણાવી ફરિયાદ કરી

યુવક મહિલા ડોક્ટરનો પીછો કરી તેને વારંવાર હેરાન કરી ગમે ત્યાં મહિલાનું નામ લખતો હતો

 રેસિડેન્ટ ડોક્ટરના એકતરફી પ્રેમમાં પડેલો યુવક પીછો પણ કરતો હતો
* અમદાવાદ સિવિલ એક તરફી પ્રેમમાં પાગલ યુવકે રેસિડેન્ટ ડોક્ટરને કર્યા અશ્લીલ ચેનચાળા, મંગેતરના ઘરે જઈ પોલીસ ફરિયાદ
* કરિશ્માએ અગાઉ પણ રવીન્દ્ર સામે પોલીસ ફરિયાદ કરી હતી
* યુવક મહિલા ડોક્ટરનો પીછો કરી તેને વારંવાર હેરાન કરી ગમે ત્યાં મહિલાનું નામ લખતો
* કરિશ્મા 7 વર્ષ પહેલા શાહીબાગની એક સોસાયટીમાં રહેતી 
* સોસાયટીમાં સામે રહેતો રવીન્દ્ર તેને સતત જોયા કરતો
* રવીન્દ્ર કરિશ્માના એક તરફી પ્રેમમાં હોવાથી તે વારંવાર કરિશ્માનો પીછો કરતો
* હાલ કરિશ્મા સિવિલ હોસ્પિટલની પીજી હોસ્ટેલમાં રહે છે
* સિવિલ હોસ્પિટલની પીજી હોસ્ટેલમાં રવિવારે કરિશ્મા જમવા ગઇ ત્યારે રવીન્દ્ર લોબીમાં ઊભો હતો
* રવીન્દ્રએ કરિશ્માને ગંદા ઇશારા કરતાં તેના રૂમમાં ભાગી ગઈ
* સાંજે કરિશ્મા તેના મંગેતરના ઘરે જઇ મંગેતર અને નણંદને ઘટના જણાવી
* કરિશ્માની નણંદે પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતાં શાહીબાગ પોલીસમાં ફરિયાદ

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ મહિલા ડોક્ટરના એક તરફી પ્રેમમાં પડેલા યુવક સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. યુવક મહિલા ડોક્ટરનો પીછો કરી તેને વારંવાર હેરાન કરી ગમે ત્યાં મહિલાનું નામ લખતો હતો. સમગ્ર ઘટનાથી અંતે કંટાળેલી ડોક્ટર મહિલાએ પોતાની મંગેતરને વાત કરતાં તેની મદદથી એક તરફી પ્રેમમાં પાગલ યુવાન સામે ફરિયાદ કરી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

ડોક્ટરના ઘરની દીવાલો પર અને ટૂ - વ્હીલર પર તેમનું નામ લખી હેરાન કરતો હતો

સિવિલ હોસ્પિટલમાં રેડિયોલોજી વિભાગમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતી 25 વર્ષીય કરિશ્મા(મહિલાનું નામ બદલેલ છે.)એ રવીન્દ્રભાઇ પરમાર (રહે. શાહીબાગ) સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાવી હતી. કરિશ્મા 7 વર્ષ પહેલા શાહીબાગની એક સોસાયટીમાં રહેતી હતી. ત્યારે તેની સામે રહેતો રવીન્દ્ર તેને સતત જોયા કરતો હતો. રવીન્દ્ર કરિશ્માના એક તરફી પ્રેમમાં હોવાથી તે વારંવાર કરિશ્માનો પીછો કરતો, કરિશ્માના ઘરની દિવાલો પર તથા તેની એક્ટિવા પર કરિશ્માનું નામ લખ્યા કરતો હતો.

હવે પીજી હોસ્ટેલમાં રહે છે કરિશ્મા

કરિશ્માએ તેની સામે અગાઉ પણ પોલીસ ફરિયાદ કરી હતી. જ્યારે કે હાલ કરિશ્મા સિવિલ હોસ્પિટલની પીજી હોસ્ટેલમાં રહે છે. ત્યારે રવિવારે બપોરે 12 વાગ્યાની આસપાસ કરિશ્મા હોસ્ટેલ પર જમવા ગઇ હતી. તે દરમિયાન આ રવીન્દ્ર કરિશ્માની પી જી હોસ્ટેલની લોબીમાં ઊભો હતો અને તેણે કરિશ્માની સામે ગંદા ઇશારા કર્યા હતા. જેથી કરિશ્મા ભાગીને પોતાના રૂમમાં જતી રહી હતી અને સાંજે પોતાના મંગેતરના ઘરે જઇ મંગેતર તથા નણંદને જાણ કરી હતી. કરિશ્માની નણંદે પોલીસ કન્ટ્રોલ રૂમમાં આ ઘટનાની જાણ કર્યા કર્યા બાદ કરિશ્માએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં રવીન્દ્ર સામે ફરિયાદ નોંધાવી હતી.
રવીન્દ્ર હોસ્ટેલની લોબીમાં પહોંચ્યો હતો

મહિલા ડોક્ટરે ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે, રવિવારે બપોરે તેઓ જમવા ગયા ત્યારે રવીન્દ્ર પરમાર હોસ્ટેલની લોબીમાં ઊભો હતો અને મારી સામે જોઈને ગંદા ઈશારા કરતો હતો. ત્યારબાદ તે હસવા લાગ્યો હતો. આ જોઈ મહિલા ડોક્ટર રૂમમાં જતા રહ્યા હતા.,,,,,,,

No comments:

Post a Comment