અરીસો પણ શરમાઈ જશે દુલ્હન દીપિકા પાદુકોણનાં મનમોહક અંદાજ સામે
લેક કોમો: ઈટાલીમાં 14 તથા 15 નવેમ્બરના રોજ દીપિકા-રણવિરનાં કોંકણી તથા સિંધી વિધીથી લગ્ન થઈ ગયા છે. દીપિકા પાદુકોણ દક્ષિણ ભારતીય છે અને આથી જ સૌ પહેલાં કોંકણી વિધિથી લગ્ન કરવામાં આવ્યા હતાં. 15 નવેમ્બરના રોજ સિંધી રિવાજથી લગ્ન કરવામાં આવ્યા હતાં.. કોંકણી તથા સિંધી વિધિથી થયેલા લગ્નમાં માત્ર 30-40 મહેમાનો હાજર રહ્યાં હતાં. જેમાં ફેમિલી મેમ્બર્સ, નિકટના સંબંધીઓ તથા ફ્રેન્ડ્સ સામેલ રહ્યાં હતાં. કોંકણી વિધિથી થયેલા લગ્નમાં દીપિકાએ વ્હાઈટ એન્ડ ગોલ્ડ સાડી પહેરી હતી. રણવિરે દીપિકા સાથે મેચિંગ કર્યું હતું. જ્યારે સિંધી વિધિથી થયેલા લગ્નમાં દીપિકા લાલ લહેંગામાં તથા રણવિર વ્હાઈટ કાંજીવરમ શેરવાનીમાં જોવા મળ્યો હતો. દીપિકા-રણવિરે સાથે સોશ્યિલ મીડિયામાં પોતાના લગ્નની તસવીર શૅર કરી હતી. આ સિવાય ડિઝાઈનર સબ્યાસાચી તથા ફોટોગ્રાફર્સે પણ આ જ ફોટો શૅર કર્યાં હતાં
No comments:
Post a Comment