વિરાટના લગ્નની જગ્યાથી કેટલી અગલ છે રણવીરની આ જગ્યા, જાણો
ટ્રાવેલ ડેસ્ક: બોલીવુડ એક્ટર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ 14-15 નવેમ્બરે લગ્નના સંબંધમાં બંધાવવા જઇ રહ્યા છે. દીપિકા-રણવીરના લગ્ન ઇટલીમાં થવા જઇ રહ્યા છે. છેલ્લા વર્ષે ઇટલીમાં જ વિરાટ અને અનુષ્કાના લગ્ન થયા હતા. આ પહેલા પણ ઇટલીમાં ઘણા સેલેબ્સના લગ્ન થઇ ચુક્યા છે. અહીં એવા એવા ડેસ્ટિનેશન્સ છે, જ્યાં મોટા મોટા વીઆઇપી રજા માણવા માટે આવે છે. એવામાં આજે અમે તમને તે જગ્યાઓ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં છેલ્લા વિરાટ-અનુષ્કાના લગ્ન થયા હતા અને આ વર્ષે રણવીર-દીપિકા લગ્ન કરી રહ્યા છે. આ બંન્ને જગ્યાઓ અલગ-અલગ છે. અહીં થતા ખર્ચ પણ અલગ છે. તમે પણ ક્યારેક ઇટલી ફરવા માટે જાઓ તો અહીંના નજારાની મજા માણી શકો છો.
વિરાટ-અનુષ્કાએ ક્યાં કર્યા હતા લગ્ન...
- વિરાટ અને અનુષ્કાના લગ્ન છેલ્લા વર્ષે ઇટલીના ટસ્કિની શહેરમાં અંદાજિત 4થી 5 કિમીની દૂરી પર સ્થિત 'બોર્ગો ફિનોશિટો'માં થયા હતા. આ જગ્યાએ પહેલા એક ગામ હતું. બોર્ગોના માલિકે આને 2001માં ખરીદ્યુ અને પછી આગલા 8 વર્ષમાં તેને ડેવલોપ કર્યું.
- આ રિસોર્ટમાં એકવારમાં 44 લોકો રોકાઇ શકે છે. અહીં 22 રૂમમાં બનાવવામાં આવ્યા છે. આ કારણે વિરાટ-અનુષ્કાના લગ્નમાં ખુબજ લિમિટેડ લોકો આવ્યા હતા. બોર્ગો ફિનોશિટો ઇટલીના સ્ટેશન સિએનાથી 34 કિમીના અંતર પર છે. રોમનું અહીંથી બેથી ડોઢ કલાકની મુસાફરી છે.
- બોર્ગો ફિનોશિટોમાં 5 ઇન્ડિપેન્ડેંટ અને લકઝરી બિલ્ડિંગ છે. બધી જ સંપૂર્ણ રીતે એર કંડીશન્ડ છે.
- આ જગ્યા હાઇ-પ્રોફાઇલ ગેસ્ટ માટે ઓળખાય છે. અહીં બરાક ઓબામા રજાઓ માણી ચુક્યા છે. વિરાટ-અનુષ્કા લગ્ન કરી ચુક્યા છે.
- એક અઠવાડિયું રોકાવવાના 1 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ આવી શકે છે. અહીંનું એક રાતનું ભાડું 6,50,000થી લઇને 14 લાખ રૂપિયા સુધી છે.
રણવીર-દીપિકા જ્યાં લગ્ન કરી રહ્યા છે, ત્યાંનો ખર્ચ કેટલો
-રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ઇટલીના 10 હજાર વર્ષ જુના લેક કોમોમં લગ્ન કરવા જઇ રહ્યા છે.
-અહીંની શાનદાર વેન્યુ બુકિંગ જ 5 હજાર યૂરો પ્રતિદિવસ (અંદાજિત 4 લાખ રૂપિયા)થી શરૂ થાય છે. અહીં કેટલાક એવા વેન્યૂ પણ છે, જેનું બુકિંગ 8થી 10 હજાર યૂરો પ્રતિદિવસ (અંદાજિત 8 લાખ રૂપિયા)થી શરૂ થાય છે. આમા જ સામેલ છે વિલા ડેલ બાલબીએનલો. જ્યાં રણવીર-દીપિકાના લગ્ન થવા જઇ રહ્યા છે.
- આ જગ્યા બોર્ગો ફિનોશિટોથી થોડી મોઘી પડે છે.
આ રીતે કરો કોમો લેકની મુસાફરી
ઇન્ડિયાથી ઇટલીના લેક કોમો જવા માટે ફ્લાઇટ લેવી પડે છે. ફ્લાઇટ અમદાવાદ, દિલ્હી, મુંબઇ, કોલકાતા, બેંગલુરુ અથવા અન્ય શહેરોમાંથી પણ મળી જાય છે. આ ફ્લાઇટ તમારે ઇટલીના મિલાન એરપોર્ટ માટે લેવી પડશે. અહીંથી લેક કોમોનું અંતર 85 કિલોમીટર છે. મિલાનથી કોમો માટે ટ્રેન અને રોડ બંન્ને રીતે જઇ શકાય છે. મુંબઇથી લેક કોમો અંદાજિત 6 હજાર કિમી દૂર છે.
મુંબઇથી મિલાનની ફ્લાઇટ: લગભગ 20 હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિ
દિલ્હીથી મિલાનની ફ્લાઇટ: લગભગ 17 હજારથી શરૂ પ્રતિ વ્યક્તિ
કોલકાતાથી મિલાનની ફ્લાઇટ: અંદાજિત 23 હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિ
અમદાવાદથી મિલાનની ફ્લાઈટઃ 21 હજાર રૂપિયાથી શરૂ, પ્રતિ વ્યક્તિ(અંદાજે)
મેથી સપ્ટેમ્બર છે જવા માટે બેસ્ટ ટાઇમ
-લેક કોમોમાં ફરવા માટે બેસ્ટ ટાઇમ મે અને સપ્ટેમ્બરની વચ્ચેનો છે. જુલાઇ અને ઓગસ્ટમાં અહીં હોટેસ્ટ મંથ હોય છે, કારણ કે આ દરમિયાન એવરેજ ટેમ્પ્રેચર 22 ડિગ્રીની આસપાસ હોય છે.
-ઘણીવાર અહીં ટેમ્પ્રેચર 35 ડિગ્રી સુધી પહોચી જાય છે, એટલા માટે જાવ તે પહેલા એસી અકોમોડેશનમાં બુકિંગ તમે ચેક કરી શકો છો.
જશો તો ક્યાં ફરશો
-લેક કોમો સૌથી ફેમસ ટાઉન બેલાઝિયો છે. બોટ દ્વારા અહીં જવું સૌથી બેસ્ટ છે. જેથી તમે ચારે બાજુના વ્યૂ જોઇ શકશો.
-મેનાઝિયો વિલેજ પણ નેચરલ બ્યૂટીથી ભરેલું છે. વોટર સ્પોર્ટ્સને એન્જોય કરવા માટે અહીં જરૂર જવું જોઇએ.
-Varenna પણ લેક કોમોના એટ્રેક્શનમાંથી એક છે. તેની આસપાસ બનેલા કલરફૂલ ઘર એક અલગ જ નજારો બતાવે છે. અહીં ઘણા સુંદર ગાર્ડન્સ પણ છે.
-લેક કોમોમાં ઘણા લક્ઝરી વિલા છે, તેને જરૂર જોવા જોઇએ.
-ખાણી-પીણી માટે ઘણા ઓપ્શન છે. જોકે, લેકની આસપાસ વસ્તુઓ મોંઘી છે.
No comments:
Post a Comment