Monday, November 19, 2018

એક તરફી પ્રેમ: યુવકે રેસિડેન્ટ ડોક્ટરને અશ્લીલ ચેનચાળા કર્યા, મંગેતરને ઘટના જણાવી ફરિયાદ કરી

યુવક મહિલા ડોક્ટરનો પીછો કરી તેને વારંવાર હેરાન કરી ગમે ત્યાં મહિલાનું નામ લખતો હતો

 રેસિડેન્ટ ડોક્ટરના એકતરફી પ્રેમમાં પડેલો યુવક પીછો પણ કરતો હતો
* અમદાવાદ સિવિલ એક તરફી પ્રેમમાં પાગલ યુવકે રેસિડેન્ટ ડોક્ટરને કર્યા અશ્લીલ ચેનચાળા, મંગેતરના ઘરે જઈ પોલીસ ફરિયાદ
* કરિશ્માએ અગાઉ પણ રવીન્દ્ર સામે પોલીસ ફરિયાદ કરી હતી
* યુવક મહિલા ડોક્ટરનો પીછો કરી તેને વારંવાર હેરાન કરી ગમે ત્યાં મહિલાનું નામ લખતો
* કરિશ્મા 7 વર્ષ પહેલા શાહીબાગની એક સોસાયટીમાં રહેતી 
* સોસાયટીમાં સામે રહેતો રવીન્દ્ર તેને સતત જોયા કરતો
* રવીન્દ્ર કરિશ્માના એક તરફી પ્રેમમાં હોવાથી તે વારંવાર કરિશ્માનો પીછો કરતો
* હાલ કરિશ્મા સિવિલ હોસ્પિટલની પીજી હોસ્ટેલમાં રહે છે
* સિવિલ હોસ્પિટલની પીજી હોસ્ટેલમાં રવિવારે કરિશ્મા જમવા ગઇ ત્યારે રવીન્દ્ર લોબીમાં ઊભો હતો
* રવીન્દ્રએ કરિશ્માને ગંદા ઇશારા કરતાં તેના રૂમમાં ભાગી ગઈ
* સાંજે કરિશ્મા તેના મંગેતરના ઘરે જઇ મંગેતર અને નણંદને ઘટના જણાવી
* કરિશ્માની નણંદે પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતાં શાહીબાગ પોલીસમાં ફરિયાદ

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ મહિલા ડોક્ટરના એક તરફી પ્રેમમાં પડેલા યુવક સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. યુવક મહિલા ડોક્ટરનો પીછો કરી તેને વારંવાર હેરાન કરી ગમે ત્યાં મહિલાનું નામ લખતો હતો. સમગ્ર ઘટનાથી અંતે કંટાળેલી ડોક્ટર મહિલાએ પોતાની મંગેતરને વાત કરતાં તેની મદદથી એક તરફી પ્રેમમાં પાગલ યુવાન સામે ફરિયાદ કરી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

ડોક્ટરના ઘરની દીવાલો પર અને ટૂ - વ્હીલર પર તેમનું નામ લખી હેરાન કરતો હતો

સિવિલ હોસ્પિટલમાં રેડિયોલોજી વિભાગમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતી 25 વર્ષીય કરિશ્મા(મહિલાનું નામ બદલેલ છે.)એ રવીન્દ્રભાઇ પરમાર (રહે. શાહીબાગ) સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાવી હતી. કરિશ્મા 7 વર્ષ પહેલા શાહીબાગની એક સોસાયટીમાં રહેતી હતી. ત્યારે તેની સામે રહેતો રવીન્દ્ર તેને સતત જોયા કરતો હતો. રવીન્દ્ર કરિશ્માના એક તરફી પ્રેમમાં હોવાથી તે વારંવાર કરિશ્માનો પીછો કરતો, કરિશ્માના ઘરની દિવાલો પર તથા તેની એક્ટિવા પર કરિશ્માનું નામ લખ્યા કરતો હતો.

હવે પીજી હોસ્ટેલમાં રહે છે કરિશ્મા

કરિશ્માએ તેની સામે અગાઉ પણ પોલીસ ફરિયાદ કરી હતી. જ્યારે કે હાલ કરિશ્મા સિવિલ હોસ્પિટલની પીજી હોસ્ટેલમાં રહે છે. ત્યારે રવિવારે બપોરે 12 વાગ્યાની આસપાસ કરિશ્મા હોસ્ટેલ પર જમવા ગઇ હતી. તે દરમિયાન આ રવીન્દ્ર કરિશ્માની પી જી હોસ્ટેલની લોબીમાં ઊભો હતો અને તેણે કરિશ્માની સામે ગંદા ઇશારા કર્યા હતા. જેથી કરિશ્મા ભાગીને પોતાના રૂમમાં જતી રહી હતી અને સાંજે પોતાના મંગેતરના ઘરે જઇ મંગેતર તથા નણંદને જાણ કરી હતી. કરિશ્માની નણંદે પોલીસ કન્ટ્રોલ રૂમમાં આ ઘટનાની જાણ કર્યા કર્યા બાદ કરિશ્માએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં રવીન્દ્ર સામે ફરિયાદ નોંધાવી હતી.
રવીન્દ્ર હોસ્ટેલની લોબીમાં પહોંચ્યો હતો

મહિલા ડોક્ટરે ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે, રવિવારે બપોરે તેઓ જમવા ગયા ત્યારે રવીન્દ્ર પરમાર હોસ્ટેલની લોબીમાં ઊભો હતો અને મારી સામે જોઈને ગંદા ઈશારા કરતો હતો. ત્યારબાદ તે હસવા લાગ્યો હતો. આ જોઈ મહિલા ડોક્ટર રૂમમાં જતા રહ્યા હતા.,,,,,,,

Saturday, November 17, 2018

20 વર્ષે લગ્ન કરનારી મહિલાએ માતા બનવા 35 વર્ષ પ્રયાસ કર્યા, અંતે 56મા વર્ષે IVF ટેક્નિકથી દીકરાને જન્મ આપ્યો

અમદાવાદ: શહેરની ચિંતન ઓર્થોપેડિક એન્ડ મેટરનિટી હોસ્પિટલમાં 56 વર્ષના મહિલા ગૌરી ઝપાડિયાએ આઈવીએફ ટેક્નિકથી એક દીકરાને જન્મ આપ્યો છે. ખાસ કરીને સ્ત્રીઓમાં મેનોપોઝ બંધ થયા બાદ માતા બનવું શક્ય હોતું નથી. ગૌરીબેન પણ પાંચ વર્ષથી મેનોપોઝમાં આવી ગયા હતા. તેમ છતાં પણ તેમણે આઈવીએફ ટેકનોલોજીથી બાળકને જન્મ 
આપ્યો છે.
માતાને બ્લડપ્રેશરની તકલીફ હોવાનું ધ્યાનમાં રાખી 8મા મહિને પ્રસૂતિ કરાવાઈ, બાળકને ICUમાં રખાયું

આ અંગે ગૌરીબેને કહ્યું કે, 20 વર્ષે લગ્ન થયા હતા. એ પછી છેલ્લા 30થી 35 વર્ષ સુધી અનેક સારવાર કરાવી છતાંય પણ બાળકનો જન્મ ના થયો. જેથી સમાજના લોકો પણ મને અલગ દૃષ્ટિએ જોવા લાગ્યા ક્યારેક મેણા ટોણાનો પણ સામનો કરવો પડ્યો. અમે તો આશા જ છોડી દીધી હતી કે હવે બાળક નહીં થાય પરંતુ અંતે તો અમે એક વારસ હોવાનું ઈચ્છતા હતા. જેથી એકવાર ન્યૂઝ પેપરમાં આઈવીએફની એડ જોઈ. અંતે મેં અને મારા પતિ રતિલાલ ઝાપડીયાએ મારી 55 વર્ષની ઉંમરે આ ટેક્નિકના સહારે બાળકનો જન્મ આપવાનું નક્કી કર્યું. આજે મારી સાથે પરિવાર અને સમાજના દરેક લોકો
આ વાતથી ખુશ છે અને મારું પણ આ ઉંમરે માં બનવાનું સપનું પુરંુ થયું જે મારી લાઈફની નવી ઈનિંગ સમાન છે.
હૉસ્પિટલના એમ.ડી. ગાયનેક ડૉક્ટર હીના મશ્કારીયાએ કહ્યું કે, આઈવીએફ જેવી ટેક્નિકથી મહિલા મેનોપોઝમાં ના હોય તો પણ બાળકનો જન્મ થઈ શકે છે. પરંતુ 50 પછી લગભગ મહિલાઓ બાળક રાખવામાં સંકોચ અનુભવ છે. જેથી આવા કિસ્સાઓ બનતા હોય છે પરંતુ ઓછા કિસ્સાઓ હોય છે. ગૌરીબનને આ ઉંમરે બી.પી.ની તકલીફ હોવાથી તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી 8 મહિને ડિલિવરી કરાવી છે. જેથી માતાને અહીં તેમજ બાળકન અન્ય હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ બન્ને સ્વસ્થ છે. જેમને 10થી 15 દિવસમાં રજા આપી દેવામાં આવશે.

Friday, November 16, 2018

પાર્ટનરની વધી જશે ઉત્તેજના, બેસ્ટ સેક્સ લાઇફ માટે ફોલો કરો આ વાત

સેક્સ, રિલેશનશિપનો એક ભાગ છે જે તમારા પાર્ટનરને તમારી નજીક લાવે છે. જોકે, તમે સમયની સાથે તેની કદર કરતા નથી તો સેક્સના કારણે તમારો સંબંધ ખરાબ થઇ શકે છે. અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે સહેલા રુલ્સ અંગે જેને તમે ફોલો કરશો તો તમારી સેક્શુઅલ લાઇફ એક્ટિવ રહેશે અને તમારો સંબંધ બેસ્ટ રહેશે.
તમે તમારા સેક્શુઅલ રિલેશનશિપને લઇને તમારા મિત્રો કે સંબંધીઓ સાથે ક્યા અને કેટલી વાતો શેર કરો છો તે વાતનું પણ ધ્યાન રાખો. તે પછી સારી વાત હોય કે ખરાબ વાત હોય. દરેક વાતની ડિટેલ શેર કરવી જરૂરી નથી. તમે પાર્ટનરની સાથે કેટલા દિવસથી સેક્સ નથી કર્યું અને ક્યારે સેક્સ કર્યું છે તે અંગે અન્ય લોકો સાથે વાત શેર ન કરો. તમારી સેક્સ લાઇફને હંમેશા પ્રાઇવેટ રાખો જો કોઇપણ પ્રકારની મુશ્કેલી થાય તો કોઇ પ્રોફેશનલની મદદ લો.

આ વાત ખૂબ જરૂરી છે કે તમારો સમય એવા કપલ્સ સાથે પસાર કરો કે જે હંમેશા ખુશ રહે છે અને લાઇફ પ્રત્યે પોજિટિવ એટિટ્યૂડ રાખો છો. એવા કપલ્સ સાથે મિત્રતા વધારો જે તમારા સંબંધને મોટિવેટ કરે. જે તમારા સંબંધનું સમ્માન કરતા હોય.
કિસ કરવાનો મતલબ માત્ર એ નથી કે તમે સેક્સ દરમ્યાન પાર્ટનરને ઇંટેંસ કિસ કરો. તમે ઇચ્છો તો દિવસમાં પાર્ટનરના ગાલ પર, હાથ પર, ગરદન પર કિસ કરી શકો છો. કિસ કરવાનો મતલબ પ્રેમ સિક્યોરીટી, લગાવ અને સહાનૂભૂતિ પણ હોય છે. આ દરેક વસ્તુ મળીને હેપી અને હેલ્ધી સેક્સ લાઇફ થઇ શકે છે.

પાર્ટનરને સેક્સ માટે લલચાવો છે તો કરો ડર્ટી ટોક

કેટલાક કપલ્સ છે જે એકબીજામે ખૂબ વધારે પ્રેમ કરે છે. તેમમે લાગે છે કે તે લોકોને લાગે છે કે એકબીજાથી સારી સારી વાત કરવી જોઇએ અને તે લોકો એકબીજાથી રોમેન્ટિક વાતો કરે છે. જોકે, આમ કરવું સંબંધની શરૂઆતના સમસમયામાં સારુ થઇ શકે છે. પરંતુ કેટલાક સમય બાદ વધારે રોમેન્ટિક વાત કરવાથી સંબંઘમાંથી ઉત્સાહ અને જોશ ગાયબ થઇ જાય છે. એવી સ્થિતિમાં તમારા સંબંધને વધારે રોમાન્ચક બનાવવા માટે સેક્સ લાઇફમાં જોશ પરત લાવવા માટે કપલ્સને ડર્ટી ટોક એટલે કે ગંદી વાત કરવી જોઇએ.
જો પાર્ટનરની સામે અત્યાર સુધી તમારી ઇમેજ એક સ્વીટ અને ઇનોસેટ યુવતીની છે તો જેવો તે તમારાથી ડર્ટી ટોક કરે છે તો તેનું આખુ શરીર અને દિમાગ સ્ટિમ્યુટલેટ થઇ જશે અને તેની ઉત્તેજના તેમજ સેક્શુએલ એક્સીપીરયન્સ બન્ને અનેક ગણો વધારો થશે. ડર્ટી ટોક દ્વારા તમને ફીલિંગ ઓફ પાવરનો પણ અનુભવ થાય છે કારણે આ વધારે ફિજિકલી કઇ કર્યા વગર તમે પાર્ટનરને ઉત્તેજિત કરી શકો છો.

જોકે આ વાતનું ધ્યાન રાખો કે ડર્ટી ટોક કરતા સમયે તમે અને તમારા પાર્ટનર બન્ને આ વાત માટે તૈયાર હોવા જોઇએ. જો તમે ઇચ્છો તો પાર્ટનરથી પહેલા જ આ અંગે ડિસ્કસ પણ કરી શકો છો. તમે ઇચ્છો તો કેટલાક શબ્દોથી પાર્ટનરેન લલચાલીને સરપ્રાઇઝ પણ આપી શકો છો અને પાર્ટનરને આ પસંદ આવે તો આગળ વધો. પરંતુ જો પાર્ટનરને તમારી વાત પસંદ નથી આવી રહી તેમજ ઉત્તેજના ખતમ થઇ રહી છે તો સેક્સ બાગ આ અંગે પાર્ટનરથી સેક્સ બાદ પણ વાત કરી શકો છો.
જરૂરી નથી કે તમે ડર્ટી ટોકને બેડરૂમ સુધી સીમિત રાખો. તમે પાર્ટનરને મેસેજ કરી શકો છો. ઘરમાં એવી જગ્યાઓ પર જ્યાં પાર્ટનપની નજર વધારે જાય છે ત્યાં નોટ્સ રાખી શકો છો કાનમાં અચાનકથી ધીમા અવાજમાં બોલી શકો છો. ડર્ટી ટોકની ટાઇમિંગ ખૂબ મહત્વ રાખે છે.

Thursday, November 15, 2018

નજર ઉતારી લો! અંતે, દીપિકા પાદુકોણ-રણવિર સિંહના લગ્નની પહેલી તસવીર આવી સામે

અરીસો પણ શરમાઈ જશે દુલ્હન દીપિકા પાદુકોણનાં મનમોહક અંદાજ સામે

લેક કોમો: ઈટાલીમાં 14 તથા 15 નવેમ્બરના રોજ દીપિકા-રણવિરનાં કોંકણી તથા સિંધી વિધીથી લગ્ન થઈ ગયા છે. દીપિકા પાદુકોણ દક્ષિણ ભારતીય છે અને આથી જ સૌ પહેલાં કોંકણી વિધિથી લગ્ન કરવામાં આવ્યા હતાં. 15 નવેમ્બરના રોજ સિંધી રિવાજથી લગ્ન કરવામાં આવ્યા હતાં.. કોંકણી તથા સિંધી વિધિથી થયેલા લગ્નમાં માત્ર 30-40 મહેમાનો હાજર રહ્યાં હતાં. જેમાં ફેમિલી મેમ્બર્સ, નિકટના સંબંધીઓ તથા ફ્રેન્ડ્સ સામેલ રહ્યાં હતાં. કોંકણી વિધિથી થયેલા લગ્નમાં દીપિકાએ વ્હાઈટ એન્ડ ગોલ્ડ સાડી પહેરી હતી. રણવિરે દીપિકા સાથે મેચિંગ કર્યું હતું. જ્યારે સિંધી વિધિથી થયેલા લગ્નમાં દીપિકા લાલ લહેંગામાં તથા રણવિર વ્હાઈટ કાંજીવરમ શેરવાનીમાં જોવા મળ્યો હતો. દીપિકા-રણવિરે સાથે સોશ્યિલ મીડિયામાં પોતાના લગ્નની તસવીર શૅર કરી હતી. આ સિવાય ડિઝાઈનર સબ્યાસાચી તથા ફોટોગ્રાફર્સે પણ આ જ ફોટો શૅર કર્યાં હતાં
  • 13 નવેમ્બરના રોજ થઈ હતી મહેંદીઃ
    13 નવેમ્બરના રોજ દીપિકા-રણવિરની મહેંદી, સંગીત તથા સગાઈ થઈ હતી. મહેંદી સેરેમનીમાં દીપિકા એકદમ ઈમોશનલ થઈ ગઈ હતી. આ સમયે રણવિરે દીપિકાને સાંત્વના આપી હતી અને ટાઈટ હગ કર્યું હતું. દીપિકાની મહેંદી સેરેમનીમાં શુભા મુદગલ ઠુમરી પર્ફોમ કર્યું હતું.

    સાઉથ ઈન્ડિયન સ્ટાઈલથી સગાઈઃ
    દીપિકા તથા રણવિરની સગાઈ ઈટાલીનાં લેકકોમોમાં યાજોઈ હતી. આ સગાઈ કોંકણી વિધિથી કરવામાં આવી હતી. જેને ફૂલ મુડ્ડી(કોંકણી એન્ગેજમેન્ટ સેરેમની) વિધિ કહેવામાં આવે છે. જેમાં દીપિકાનાં પિતા પ્રકાશ પાદુકોણે રણવિર તથા તેના પરિવારનું નારિયેળ આપીને સ્વાગત કર્યું હતું. આટલું જ નહીં તેમણે ભાવિ જમાઈ રણવિરના પગ ધોઈને પૂજા કરી હતી. આ વિધિ થઈ ગયા બાદ દીપિકા-રણવિરે એકબીજાને સગાઈની રિંગ પહેરાવી હતી.

    સંગીત સેરેમનીઃ
    સંગીત સેરેમનીમાં દીપિકા વ્હાઈટ તથા રણવિર બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. સંગીત સેરેમનીમાં હર્ષદિપ કૌરે એકથી ચઢિયાતા એક ગીત ગાયા હતાં. સેરેમનીમાં 30-40 મહેમાનોએ ઈન્ડિયા આઉટફિટ પહેરીને ધમાકેદાર ડાન્સ કર્યો હતો. રણવિરે લેડી લવ માટે ઢોલ વગાડ્યો હતો અને પછી દીપિકા-રણવિરે સાથે ડાન્સ કર્યો હતો. સંગીત સેરેમનીમાં રણવિરે દીપિકાને લઈને સ્પિચ આપી હતી. જે સાંભળીને દીપિકા ઘણી જ ઈમોશનલ થઈ ગઈ હતી.

    તમામ મહેમાનોનું જાતે કર્યું સ્વાગતઃ
    સંગીત-મહેંદી તથા સગાઈ લેક કોમોના કાસ્ટા ડિવા રિસોર્ટમાં થઈ હતી. રણવિર-દીપિકા ગેટ પર ઉભા રહીને તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને તમામ મહેમાનોને પોતાના હાથે લખેલી વેલકમ નોટ આપી હતી.

    શાદી મુબારક! કોંકણી વિધિથી થયા લગ્ન, ચાર ફેરા ફરીને દીપિકા-રણવિર બન્યા પતિ-પત્ની

વિરાટ-અનુષ્કા બાદ રણવીર-દીપિકા પણ ઇટલીમાં જ કરવા જઇ રહ્યા છે લગ્ન, પરંતુ ખર્ચામાં છે આટલો ફર્ક, એક રાતના આટલા રૂપિયા આપવા પડી શકે છે રણવીરને

વિરાટના લગ્નની જગ્યાથી કેટલી અગલ છે રણવીરની આ જગ્યા, જાણો

ટ્રાવેલ ડેસ્ક: બોલીવુડ એક્ટર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ 14-15 નવેમ્બરે લગ્નના સંબંધમાં બંધાવવા જઇ રહ્યા છે. દીપિકા-રણવીરના લગ્ન ઇટલીમાં થવા જઇ રહ્યા છે. છેલ્લા વર્ષે ઇટલીમાં જ વિરાટ અને અનુષ્કાના લગ્ન થયા હતા. આ પહેલા પણ ઇટલીમાં ઘણા સેલેબ્સના લગ્ન થઇ ચુક્યા છે. અહીં એવા એવા ડેસ્ટિનેશન્સ છે, જ્યાં મોટા મોટા વીઆઇપી રજા માણવા માટે આવે છે. એવામાં આજે અમે તમને તે જગ્યાઓ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં છેલ્લા વિરાટ-અનુષ્કાના લગ્ન થયા હતા અને આ વર્ષે રણવીર-દીપિકા લગ્ન કરી રહ્યા છે. આ બંન્ને જગ્યાઓ અલગ-અલગ છે. અહીં થતા ખર્ચ પણ અલગ છે. તમે પણ ક્યારેક ઇટલી ફરવા માટે જાઓ તો અહીંના નજારાની મજા માણી શકો છો.
  • વિરાટ-અનુષ્કાએ ક્યાં કર્યા હતા લગ્ન... 
    - વિરાટ અને અનુષ્કાના લગ્ન છેલ્લા વર્ષે ઇટલીના ટસ્કિની શહેરમાં અંદાજિત 4થી 5 કિમીની દૂરી પર સ્થિત 'બોર્ગો ફિનોશિટો'માં થયા હતા. આ જગ્યાએ પહેલા એક ગામ હતું. બોર્ગોના માલિકે આને 2001માં ખરીદ્યુ અને પછી આગલા 8 વર્ષમાં તેને ડેવલોપ કર્યું.
    - આ રિસોર્ટમાં એકવારમાં 44 લોકો રોકાઇ શકે છે. અહીં 22 રૂમમાં બનાવવામાં આવ્યા છે. આ કારણે વિરાટ-અનુષ્કાના લગ્નમાં ખુબજ લિમિટેડ લોકો આવ્યા હતા. બોર્ગો ફિનોશિટો ઇટલીના સ્ટેશન સિએનાથી 34 કિમીના અંતર પર છે. રોમનું અહીંથી બેથી ડોઢ કલાકની મુસાફરી છે.
    - બોર્ગો ફિનોશિટોમાં 5 ઇન્ડિપેન્ડેંટ અને લકઝરી બિલ્ડિંગ છે. બધી જ સંપૂર્ણ રીતે એર કંડીશન્ડ છે. 
    - આ જગ્યા હાઇ-પ્રોફાઇલ ગેસ્ટ માટે ઓળખાય છે. અહીં બરાક ઓબામા રજાઓ માણી ચુક્યા છે. વિરાટ-અનુષ્કા લગ્ન કરી ચુક્યા છે. 
    - એક અઠવાડિયું રોકાવવાના 1 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ આવી શકે છે. અહીંનું એક રાતનું ભાડું 6,50,000થી લઇને 14 લાખ રૂપિયા સુધી છે.
    રણવીર-દીપિકા જ્યાં લગ્ન કરી રહ્યા છે, ત્યાંનો ખર્ચ કેટલો
    -રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ઇટલીના 10 હજાર વર્ષ જુના લેક કોમોમં લગ્ન કરવા જઇ રહ્યા છે. 
    -અહીંની શાનદાર વેન્યુ બુકિંગ જ 5 હજાર યૂરો પ્રતિદિવસ (અંદાજિત 4 લાખ રૂપિયા)થી શરૂ થાય છે. અહીં કેટલાક એવા વેન્યૂ પણ છે, જેનું બુકિંગ 8થી 10 હજાર યૂરો પ્રતિદિવસ (અંદાજિત 8 લાખ રૂપિયા)થી શરૂ થાય છે. આમા જ સામેલ છે વિલા ડેલ બાલબીએનલો. જ્યાં રણવીર-દીપિકાના લગ્ન થવા જઇ રહ્યા છે. 
    - આ જગ્યા બોર્ગો ફિનોશિટોથી થોડી મોઘી પડે છે.
    આ રીતે કરો કોમો લેકની મુસાફરી 
    ઇન્ડિયાથી ઇટલીના લેક કોમો જવા માટે ફ્લાઇટ લેવી પડે છે. ફ્લાઇટ અમદાવાદ, દિલ્હી, મુંબઇ, કોલકાતા, બેંગલુરુ અથવા અન્ય શહેરોમાંથી પણ મળી જાય છે. આ ફ્લાઇટ તમારે ઇટલીના મિલાન એરપોર્ટ માટે લેવી પડશે. અહીંથી લેક કોમોનું અંતર 85 કિલોમીટર છે. મિલાનથી કોમો માટે ટ્રેન અને રોડ બંન્ને રીતે જઇ શકાય છે. મુંબઇથી લેક કોમો અંદાજિત 6 હજાર કિમી દૂર છે.
    મુંબઇથી મિલાનની ફ્લાઇટ: લગભગ 20 હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિ
    દિલ્હીથી મિલાનની ફ્લાઇટ: લગભગ 17 હજારથી શરૂ પ્રતિ વ્યક્તિ
    કોલકાતાથી મિલાનની ફ્લાઇટ: અંદાજિત 23 હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિ
    અમદાવાદથી મિલાનની ફ્લાઈટઃ 21 હજાર રૂપિયાથી શરૂ, પ્રતિ વ્યક્તિ(અંદાજે)
    મેથી સપ્ટેમ્બર છે જવા માટે બેસ્ટ ટાઇમ 
    -લેક કોમોમાં ફરવા માટે બેસ્ટ ટાઇમ મે અને સપ્ટેમ્બરની વચ્ચેનો છે. જુલાઇ અને ઓગસ્ટમાં અહીં હોટેસ્ટ મંથ હોય છે, કારણ કે આ દરમિયાન એવરેજ ટેમ્પ્રેચર 22 ડિગ્રીની આસપાસ હોય છે. 
    -ઘણીવાર અહીં ટેમ્પ્રેચર 35 ડિગ્રી સુધી પહોચી જાય છે, એટલા માટે જાવ તે પહેલા એસી અકોમોડેશનમાં બુકિંગ તમે ચેક કરી શકો છો.
    જશો તો ક્યાં ફરશો
    -લેક કોમો સૌથી ફેમસ ટાઉન બેલાઝિયો છે. બોટ દ્વારા અહીં જવું સૌથી બેસ્ટ છે. જેથી તમે ચારે બાજુના વ્યૂ જોઇ શકશો. 
    -મેનાઝિયો વિલેજ પણ નેચરલ બ્યૂટીથી ભરેલું છે. વોટર સ્પોર્ટ્સને એન્જોય કરવા માટે અહીં જરૂર જવું જોઇએ. 
    -Varenna પણ લેક કોમોના એટ્રેક્શનમાંથી એક છે. તેની આસપાસ બનેલા કલરફૂલ ઘર એક અલગ જ નજારો બતાવે છે. અહીં ઘણા સુંદર ગાર્ડન્સ પણ છે. 
    -લેક કોમોમાં ઘણા લક્ઝરી વિલા છે, તેને જરૂર જોવા જોઇએ. 
    -ખાણી-પીણી માટે ઘણા ઓપ્શન છે. જોકે, લેકની આસપાસ વસ્તુઓ મોંઘી છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર................

Wednesday, November 14, 2018

સુરત: કાર લઈ BRTSમાં ઘૂસેલા એડી. કમિ.ને લોકોએ કહ્યું,‘તમે સાહેબ હોય તો ઘરના’

વેપારીઓને કાયદો બતાવતા જીએસટી અધિકારી મોહનકુમાર મીનાએ પોતે જ ટ્રાફિકના કાયદાનો ભંગ કરતાં1500 ભરવા પડ્યા

  • સુરત: ભટાર જમનાનગર બીઆરટીએસ રૂટની અંદરથી સરકારી વાહનોના અવર-જવર પર પ્રતિબંધ હોવા છતાં જીએસટીના એડિશનલ કમિશનર મોહન કુમાર મીના તેમના ડ્રાઈવર સાથે સરકારી ગાડી ( જીજે-05-જેસી-6772) લઈને ઘુસી ગયા હતા. ટોળા હોબાળો મચાવતા આખરે જીએસટીના અધિકારીએ ગાડી રિવર્સ લઈને રિટર્ન જવું પડયું હતું. 200 મીટર સુધી ગાડી અંદર ગયા બાદ બીઆરટીએસના કર્મચારીએ સ્વીંગ ગેટ ખોલ્યો ન હતો. જેના કારણે સરકારી ગાડીના ડ્રાઈવરે કર્મચારીને ગેટ ખોલવા દબાણ પણ કર્યું હતું.
    જોકે સરકારી ગાડી બીઆરટીએસમાં ઘૂસી જવાને કારણે પાછળ આવેલી બસ 30 મિનિટ સુધી બસ સ્ટેન્ડ પાસે જ ઉભી રાખી દેવાની ફરજ પડી હતી. આ ઘટનામાં સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી. અલબત્ત, સમગ્ર ઘટના બાબતે જયારે ખટોદરા પોલીસમાં આ બાબતે પહેલાં કશું નોંધાયું ન હતું. ટ્રાફિક પોલીસ આમ તો સામાન્ય વ્યક્તિને છોડતી નથી. બીજી તરફ સરકારી ઉચ્ચ હોદ્દાનો અધિકારી કાયદાનું પાલન ન કરે તો તેની સામે પોલીસ કમિશનર કોઈ કાર્યવાહી કરશે ખરી ω તેવી ચર્ચા શરૂ થઇ હતી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ ગયો હતો. અંતે કારને ખટોદરા પોલીસ સ્ટેશને લઇ જવાઇ હતી અને રૂપિયા 1500નો દંડ વસુલીને જવા દેવામાં આવી હતી.
    ટ્રાફિક જામ: બીઆરટીએસ બસને 30 મિનટ પાછળ રાહ જોવી પડી
    જીએસટી અધિકારી બીઆરટીએસ રૂટમાં ઘુસી જતાં લોકટોળા ત્યાં ભેગા થઇ ગયા હતાં અને હોબાળો મચાવ્યો હતો. લોકોએ આ સમયે મોબાઇલથી વીડિયો ઉતારતા અધિકારીએ હાથ બતાવીને લોકોને વીડિયો ઉતારવાની ના પાડી હતી. બીજી તરફ બીઆરટીએસ બસને પણ સ્ટેન્ડ પર 30 મિનિટ સુધી રોકાવવાની ફરજ પડી હતી.
    BRTSમાં ઘૂસનાર મોહનકુમાર કોણ છે

    મોહન કુમાર મીના એસજીએસટીના એડિશનલ કમિશનર છે. તેઓ તાજેતરમાં જ વીઆઇપી રોડ પર આવેલી ઓડિટ (જીએસટી)માંથી બદલી પામી ચોકબજારની મુખ્ય કચેરી ખાતે આવ્યા છે. તેઓ હાલ પ્રિવેન્ટિવમાં ફરજ બજાવી રહ્યા છે. પ્રિવેન્ટિવની ભૂમિકા વેપારીઓ પર દરોડા પાડવાની છે. તેમની ગાડી પર પ્રાઇવેટ નંબરપ્લેટ હોવા છતાં જીએસટી વિભાગનું બોર્ડ પણ મારવામાં આવ્યું હતું.
    તમે સાહેબ હોય તો અમારે શું કરવાનું
    એક સ્થાનિકે જીએસટીના અધિકારી પાસે જઈ દરવાજો ખોલીને વાત કરી હતી. જેમાં જીએસટીના અધિકારીએ ગલતી સે આય ગયે, એમ કહીને પોતાનો ઢાંકપિછોણો કરવાની કોશિષ કરી હતી.ઉપસ્થિત લોકોએ મોહનકુમાર મીનાએ રોકડું પરખાવી દીધું હતુ કે તમે સાહેબ હોય તો તમારા ઘરના, તમે સાહેબ હોય તો અમારે શું કરવાનું.
    1500 દંડ વસૂલી છોડી મુકાયા
    ગાડીને ખટોદરા પોલીસમાં લાવવામાં આવી હતી. રૂપિયા 1500 દંડ વસૂલીને છોડી મૂકવામાં આવ્યા હતા. - એલ.બી.પરમાર, ટ્રાફિક એસીપી
    તત્કાલીન પીઆઇ નકુમને પણ લોકોએ ખખડાવ્યા હતા
    ફેબ્રુઆરી માસમાં જહાંગીરપુરા પાસે બીઆરટીએસ રૂટમાં કાર હંકારી રહેલા તત્કાલીન ટ્રાફિક પીઆઇને સામાન્ય માણસે અટકાવ્યા હતા. શહેરની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા તત્કાલિન પીઆઇ એમ.આર.નકુમ ગત ફેબ્રુઆરી માસમાં પોતાની ખાનગી કાર લઇને જહાંગીરપુરા વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાંથી ઘુસ્યા હતા. ત્યારે બાઇક ઉપર આવેલા સામાન્ય વ્યક્તિએ તેમને અટકાવ્યા હતા. અને બીઆરટીએસમાં સામાન્ય વાહન ચાલક પસાર થાય તો તેમની પાસેથી દંડ વસુલો છો અને તમે જ કાયદો તોડા છો. એમ કહીને પીઆઇને ખખડાવ્યા હતા. આ સમયે પીઆઇ નકુમ ગણવેશમાં હતા. આ વીડીયો વાયરલ થતા પોલીસ બેડામાં ખડભળાટ મચી ગયો હતો. પોતે ઉતાવળમાં હોવાનો તેમણે ખુલાસો કર્યો હતો. ત્યારપછી તેમને વિવિધ કારણોસર સસ્પેન્ડ પણ કરાયા હતા.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

શાદી મુબારક! કોંકણી વિધિથી થયા લગ્ન, ચાર ફેરા ફરીને દીપિકા-રણવિર બન્યા પતિ-પત્ની

લેક કોમો: ઈટાલીમાં 14 નવેમ્બરના રોજ દીપિકા-રણવિરનાં કોંકણી વિધિથી લગ્ન થઈ ગયા છે. કોંકણી વિધિ પ્રમાણે, દીપિકા તથા રણવિરે ચાર ફેરા ફર્યાં હતાં. લગ્નવિધિ ભારતીય સમય પ્રમાણે, ત્રણ વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. ભારતીય સમય પ્રમાણે અઢી વાગે મહેમાનો યૉટથી Villa del Balbianelloમાં આવવાની શરૂઆત કરી હતી. દીપિકા લગ્ન સમયે વ્હાઈટ આઉટફિટમાં જોવા મળી હતી. Villa del Balbianelloને આઠ હજાર સફેદ ગુલાબના ફૂલોથી સજાવવામાં આવ્યો છે.
લગ્ન સંપન્નઃ
ઈટાલીના લેક કોમોમાં આવેલા Villa del Balbianelloમાં ભારતીય સમય પ્રમાણે, ત્રણ વાગે લગ્નનાં મંત્રોચ્ચાર શરૂ થયા હતાં. મંત્રોચ્ચાર વિલાની બહાર સુધી સંભળાતા હતાં. કોંકણી વિધિમાં દીપિકા-રણવિર સાત નહીં ચાર ફેરા ફરશે. Villa del Balbianelloમાં ભારતીય લગ્ન જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
લગ્નમાં માત્ર 30-40 મહેમાનોઃ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, Villa del Balbianelloમાં મહેમાનો આવી ગયા છે. માનવામાં આવે છે કે 8-10 યૉટમાં 30-40 મહેમાનો આવ્યા છે. પહેલાં ચર્ચા હતી કે વાતાવરણ સારું ના હોવાથી લગ્ન કાસ્ટા ડિવા રિસોર્ટમાં જ કરવામાં આવશે. જોકે, સૂરજ ઉગતા જ લગ્ન 13મી સદીમાં બનાવવામાં આવેલા Villa del Balbianelloમાં જ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
બોલિવૂડે પાઠવી શુભેચ્છાઃ
Such a stunning gorgeous and beautiful couple!!!! Nazar utar lo! @deepikapadukone and @RanveerOfficial !! Badhai ho !!! Love you both!!! Here’s to a lifetime of love and joy!❤️❤️❤️❤️❤️
1,021 people are talking about this

મહેમાનોએ સવારે કર્યો નાસ્તો
દીપિકા-રણવિરના લગ્નમાં આવેલા મહેમાનોએ પંજાબી તથા ઈટાલિયન નાસ્તો કર્યો હતો.

સાંજે લગ્ન
દીપિકા તથા રણવિર સિંહ 14 નવેમ્બરના રોજ ભારતીય સમય પ્રમાણે, સાંજે 2.30થી 5.30 વાગે કોંકણી વિધિથી લગ્ન થશે. આ બંનેના લગ્ન લેક કોમોમાં આવેલા Villa del Balbianelloમાં થવાના છે. માનવામાં આવે છે કે રણવિર સિંહ સી-પ્લેનમાં બેસીને આવશે.

રણવિર સિંહની કઝિને શૅર કરી તસવીર
દીપિકાની બહેન અનિષાએ પોતાને છોકરીવાળા ગણાવીને ઈન્સ્ટા પર પોતાની નવી બાયો પોસ્ટ કરી છે. તો રણવિર સિંહની કઝિન સૌમ્યાએ પાર્ટીની એક તસવીર શૅર કરી છે. જોકે, રણવિર કે દીપિકાની મહેંદી-સંગીત અને સગાઈની એક પણ તસવીર સામે આવી નથી. રણવિરની કઝિન સૌમ્યા હાલમાં ઈટલીમાં છે અને તેને પોસ્ટ કરેલી તસવીર પાર્ટીની હોવાનું માનવામાં આવે છે.

આ રીતે સજાવવામાં આવ્યો મંડપ
લગ્ન મંડપને દીપિકાના ફેવરિટ ફૂલો લિલીથી સજાવવામાં આવ્યો છે. આઠ હજાર વ્હાઈટ ગુલાબોથી Villa del Balbianelloને ડેકોરેટ કરવામાં આવ્યો છે.
મહેંદી સેરેમનીમાં ઇમોશનલ થઇ દીપિકા

સોશિયલ મીડિયા પર એક ફેન પેજે એક પોસ્ટ શેર કરી છે, આ પોસ્ટમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે. પોસ્ટમાં બતાવવામાં આવ્યુ છે કે દીપિકા પોતાની મહેંદી સેરેમનીમાં ઇમોશનલ થઇ ગઇ હતી, તેની આંખમાં આંસુ હતા. તે સમયે રણવિર સિંહે તેને સાંત્વના આપી હતી. રણવિર તેની પાસે ગયો હતો અને પોતાની લેડી લવને ટાઇટ હગ આપ્યુ હતું. રણવિરે સુનિશ્ચિત કર્યુ કે દીપિકા ફરી સ્માઇલ કરે. મહત્વપૂર્ણ છે કે જ્યારે દીપિકા ઇમોશનલ થઇ ત્યારે તે સમયે શુભા મુદગલ ઠુમરી પર્ફોમ કરી રહી હતી.બન્નેની સંગીત અને મહેંદી સેરેમનીમાં મસ્તી અને ધમાલ મસ્તી થઇ હતી. પાર્ટીમાં રણવિર સિંહ ફુલ મૂડમાં હતો, તેને દીપિકા માટે ફિલ્મ ગુંડેનું સોન્ગ 'તુને મારી એન્ટ્રી' ગાયુ હતું. સંગીતમાં હાજર તમામ મહેમાનોએ ઇન્ડિયન આઉટફિટ પહેર્યાં હતાં. હિટ ડાન્સ નંબર્સ 'મહેંદી હે રચને વાલી' અને 'કાલા શા કાલા'ની ધુન વેડિંગ વેન્યૂમાં ગુંજી રહી હતી.

રણવિરે સંગીત સેરેમનીમાં કર્યુ ફૂલ એન્જોય

રણવિર સિંહે સૌથી વધુ એન્જોય કર્યુ હતું જ્યારે દીપિકા મહેંદી લગાવવામાં વ્યસ્ત હતી. સંગીતમાં રોમેન્ટિક, ગઝલ, પંજાબી અને સૂફી ગાયન વગાડવામાં આવ્યા હતા. રણવીરે ઢોલ પર ડાન્સ કર્યો હતો. એક્ટરે સ્પેશ્યલ પરફોર્મન્સ પણ આપ્યુ હતું. સિંગર હર્ષદીપ કૌરે પોતાના કેટલાક હિટ ગાયન ગાયા હતા. જેમાં કબીરા, દિલબરો, મનમર્જિયા સામેલ હતા.